મુખપૃષ્ઠ યોજનાઓગ્રામમિત્ર યોજના

ગ્રામમિત્ર યોજના

રાજ્યના ગામોમાં વસતાં નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ વિકાસ યોજનાઓની માહિતી મળી રહે તથા રાજ્યના સક્ષમ, સિક્ષિત અને ઉત્સાહિ યુવાનો રાજ્ય સરકાર પ્રેરિત ગ્રામ સમાજની વિકાસ યાત્રામાં રચનાત્મક રીતે જોડાઇ શકે તેવા આશયથી માસિક રૂ.૧૦૦૦/- ના ઉચ્ચક માનદ વેતનથી ગ્રામ મિત્રની પસંદગી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

મે.૨૦૦૭ સુધીમાં દરેક ગ્રામ પંચાયત ખાતે ૫(પાંચ) ગ્રામમિત્રની નિમણુંક થાય તે પ્રકારનું આયોજન હાથ ધરેલ છે. આ ગ્રામમિત્ર ૧.ગ્રામમિત્ર(કૃષિ), ૨. ગ્રામિત્ર(શિક્ષણ), ૩.ગ્રામમિત્ર(આરોગ્ય), ૪.ગ્રામમિત્ર(વિકાસ), ૫. ગ્રામમિત્ર(જનકલ્યાણ)ના નામથી ઓળખાશે. આ ગ્રામમિત્રોના જોબચાર્ટની માહિતી નીચે મુજબ છે.
૧. ગ્રામમિત્ર(કૃષિ)
કૃષિ, બાગાયત, સહકાર, પશુપાલન અને મત્સયોધાતાની સહાય લક્ષી યોજનાની ખેડુતો/લાભાર્થીઓને જાણકારી આપવી.
સહાય મેળવવા માટેના અરજી પત્રકો ભરવા જરૂરી માર્ગદર્શન આપવું.
ટપક સિંચાઇ યોજનાનો ખેડૂતો વધુમાં વધુ ઉપયોગ કરે તે માટે જાણકારી અને સમજ આપવી, જનજાગૃતિ ઉભી કરવી.
ટપક સિંચાઇ, પિયત સહકારી મંડળીઓ, દૂધ સહકારી મંડળીઓની રચના કરાવી અને માર્ગદર્શન આપવું.
કૃષિ બાગાયત ઉત્પાદન વધે તે માટે ખેડૂતોને ખેતીની આધુનિક પધ્ધતિની જાણકારી આપવી.
પશુ સારવાર/પશુ ઓલાદો સુધારવા માટેના વિવિધ કાર્યક્રમોની માહીતી ખેડુતોને આપવી તથા પશુ રસીકરણ કાર્યક્રમનો પ્રચાર અને પ્રસાર કરવો.
સોઇલ હેલ્થ કાર્ડ/કિશાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવું.
પશુપાલનની શિબીરો, મેળા, ઝૂંબેશ, ગ્રામ સભામાં હાજરી આપવી.
કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં ગ્રામજનોને સામે કરવા.
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572761