પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ તાલુકા વિષે પ્રવૃ્‍તિ

પ્રવૃ્‍તિ

(1) ગ્રામ્‍ય વિસ્‍તારમાં પ્રજાની સ્‍વચ્‍છતા, આરોગ્‍ય જળવાઈ રહે તે માટે કામગીરી કરવી અને દેખ રેખ રાખવી અને ગ્રામ પંચાયત પાસે અમલીકરણ કરાવવું.

(ર) ગ્રામ પંચાયત વિસ્‍તારમાં રસ્‍તાઓ,પુલો, ગટર કરવી, પાણીના ટાંકા , સ્‍મશાન નવીનીકરણ, પંચવટી બનાવવી અને તળાવના ધાટ બનાવવા વ્‍વિધ વિકાસની વિકાસની પ્રવૃતિ કરવી પંચાયત પાસે વિવિધ ગ્રમ વિકાસની પ્રવૃતિ કરવી..

(3) શિક્ષણનો વ્‍યાપ વધે અને તમામ બાળકોને ગુણવતા યુકત શ્રેષ્ઠ શિક્ષણ મળે તે જોવું અને એ અંગે નિયંત્રણ રાખવું.

(4) ગ્રામ્‍ય કક્ષાએ સખી મંડળો, મહિલા મંડળો, સહકારી પ્રવૃતિના ઉત્‍તેજન માટે કાર્યો કરવા.

(પ) પછાત વર્ગના ઉત્‍થાન માટે યોજનાઓ ધડવી અને તેનું અમલીકરણ કરવું.

(6) સરકારશ્રીની યોજનાઓનું અમલીકરણ કરાવવું., તેના ઉપર નિયંત્રણ રાખવું.

(7) ગ્રામ પંચાયતના કાર્ય ઉપર નિયંત્રણ રાખવું અને ગ્રામ પંચાયતનો વહીવટ કાર્યક્ષમ રીતે થાય તે જોવું.

(8) ખેતીવાડી ક્ષેત્રે ખેડુતોને માર્ગદર્શન માટે કૃષિમેળાનું આયોજન કરી હાઈબ્રીડ બિયારણ, ખેતીની નવી પઘ્‍ધતિઓ અને શ્રેષ્ઠ ખાતર, જંતુનાશક દવા અંગે ખેડુતોને માર્ગદર્શન આપવું અને યોજનાનુ અમલીકરણ કરાવી દેખરેખ રાખવી.

(9) પશુ સંવર્ધન ક્ષેત્ર કામગીરી કરવી. ગ્રામોદ્યોગ ક્ષેત્રે રોજગારીની તકો ઉત્‍પન્‍ન થાય તે રીતે કામોનું આયોજન કરવું અને યોજનાઓ અમલમાં મુકવી.

(10) પુર, આગ,અકસ્‍માત, ચેપી રોગચાળા, કુદરતી આફતોનાં પ્રસંગે તાત્‍કાલિક મદદ પહોંચાડવી અને નાણાકીય સહાય ચુકવવી.

(11) તાલુકાનાં વિસ્‍તારમાં સરકારશ્રીને જરૂરી આંકડાઓ મેળવવા અને તેનું સંકલન કરી જિલ્‍લા કક્ષાએ સરકારશ્રીમાં મોકલવા.