પંચાયત વિભાગ
 
મુખપૃષ્ઠ તાલુકા વિષે પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

પંચાયત એટલે ભભપંચભભ નું સ્‍થળ ભભપંચાયતભભ નો અર્થ તકરાર નિવારણ માટેની સંસ્‍થા થાય છે. વૈદિક કાળથી ગામને એકમ તરીકે ગણવામાં આવેલ છે. જેથી ગ્રામ પંચાયતનું અસ્‍તિત્‍વ પણ પૌરાણિક કાળથી છે તેમ મનાય છે.

ગુજરાત રાજયમાં તા. 1/4/1963 થી ત્રિસ્‍તરીય પંચાયતરાજ અમલમાં છે. સને. 1961 ના ગુજરાત પંચાયત અધિનિયમ ધડવામાં આવ્‍યો છે. જેમાં વખતો વખત સુધારા વધારા કરી હાલનો 1993 નો નવો પંચાયત ધારો અમલમાં છે જે મુજબ પંચાયતીરાજ સંસ્‍થાનો વહીવટ થાય છે.

ત્રિસ્‍તરીય પંચાયતીરાજ વ્‍યવસ્‍થાના ભાગ રૂપે ગ્રામ્‍યકક્ષાએ ગ્રામ પંચાયત અમલમાં છે. જેના વહીવટી વડા સરપંચશ્રીને ગામના મતદારો ચુંટે છે.

ગ્રામ પંચાયતને કેન્‍દ્ર સરકાર, રાજય સરકાર, જિલ્‍લા પંચાયત દ્વારા આર્થિક મદદ કરી ગ્રામ્‍યકક્ષાએ વિકાસના કામો થાય છે. ગ્રામ પંચાયતને પોતાની આવક ઉભી કરવા પંચાયત ધારા અન્‍વયે કરવેરા અને ફી નાંખવાની સત્‍તા આપવામાં આવેલ છે.

નિયમ મુજબ દર પાંચ વર્ષે ચુંટણીઓ યોજવામાં આવે છે. અને નિયમ અનુસાર પંચાયતીરાજ સંસ્‍થામાં અનુ.જાતિ, અનુ.જનજાતિ, બક્ષીપંચ, સ્‍ત્રીઓ માટે સભ્‍યોની બેઠક નકકી કરવામાં આવેલ છે.

ગુજરાતમાં ત્રિસ્‍તરીય પંચાયતી વ્‍યવસ્‍થાનાં લીધે ગ્રામ્‍યકક્ષાએ ગ્રામ વિકાસના કામોમાં ખુબજ મોટી સિઘ્‍ધી મળેલ છે. અને ગામડાનો ખૂબજ સારી રીતે વિકાસ થયેલ છે.ગ્રામ કક્ષાએ ગ્રામસભાને પ્રાધાન્‍ય આપી ગામના નિર્ણયો ગ્રામસભા દ્વારા લેવાનું ઠરાવેલ છે.ધ્રાંગધ્રા તાલુકામાં કુલ -64 ગામો છે જેમાં ગ્રામ પંચાયત અમલમાં છે.

તાલુકા પંચાયતમાં 17 પ્રતિનિધીઓ છે. અને જિલ્‍લા પંચાયતમાં-4 પ્રતિનિધીઓ ધ્રાંગધ્રા તાલુકાનાં છે.