પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ તાલુકા વિષ ેઇતિહાસ

ઇતિહાસ

ધ્રાંગધ્રા જુના રાજય સમયનું રાજાશાહી ગામ હતું. અને ધ્રાંગધ્રા રાજયની રાજધાની તરીકે ઓળખાતુ હતું. સ્‍ટેટ સમયમાં આ ગામનું નામ ધ્રીંગધરા હતું. ત્‍યાર બાદ ધ્રાંગધરા થઈ હાલમાં ધ્રાંગધ્રા નામથી ઓળખાય છે. જે સમયે ઝાલા વંશ રાજવી દ્વારા શહેરની બાંધણી સુવ્‍યવસ્‍થિત રીતે કરેલ તે બેનમુન નમુના હાલમાં પણ દરબારગઢ, માનમહેલાત જોવા મળે છે. સ્‍ટેટ સમયમાં રાજય કર્યુ હોય અને હાલમાં પણ હયાત હોય તેવા રાજવીઓ ભાગ્‍યેજ હયાત હશે. જેમાં ધ્રાંગધ્રા સ્‍ટેટના સમયમાં રાજય કરતાં રાજવીઓમાં શ્રી મયુરઘ્‍વજસિંહએ ચાર વર્ષ રાજય કર્યુ હતું. ધ્રાંગધ્રા સ્‍ટેટના સમયમાં સૌરાષ્‍ટ્ર કેમીકલ નામથી સ્‍ટેટ દ્વારા ફેકટરી શરૂ કરવામાં આવેલ. અહીં સોડાએશનું ઉત્‍પાદન કરવામાં આવતું હતું. ત્‍યારબાદ ધ્રાંગધ્રા સ્‍ટેટ મર્જર થતાં આ ફેકટરી ખાનગી કંપનીમાં રૂપાંતર થઈ હાલ ધ્રાંગધ્ર કેમીકલ્‍સ લી. નામથી કાર્યરત છે. ધ્રાંગધ્રા મીઠા ઉદ્યોગ તેમજ પથ્‍થરની ધડાઈ કામની કુશળ કારીગરો માટે જાણીતા છે. શિલ્‍પી કામ માટે ધ્રાંગધ્રા સોમપુરા બંધુઓ દેશ -વિદેશ પ્રખ્‍યાત છે.

આ તાલુકો સુરેન્‍દ્રનગર જિલ્‍લાની ઉત્‍તર દિશામાં આવેલો છે. જેના પૂર્વની બાજુએ પાટડી તાલુકો, પશ્ચિમ દિશાએ હળવદ તાલુકો, ઉતર દિશામાં કચ્‍છનું નાનુ રણ અને દક્ષિણ દિશામાં મુળી, વઢવાણ તાલુકાઓ આવેલ છે.