મુખપૃષ્ઠ શાખાઓ આરોગ્‍ય શાખાશાળા આરોગ્ય કાર્યક્રમ

શાળા આરોગ્ય કાર્યક્રમ

ગુજરાત સરકારશ્રી દ્રારા “સ્વર્ણિમ ગુજરાત” અન્વયે નવજાત શિશુથી ૬ વર્ષના આંગણવાડીએ જતાં બધાજ બાળકો તેમજ ધોરણ ૧ થી ૧૨ નાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના તમામ બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર માટે ખાસ “શાળા આરોગ્ય કાર્યક્રમનું” આયોજન કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં ચાલુ વર્ષ ૨૦૧૦-૧૧ માં તા.૩/૧૧/૨૦૧૦ થી તા.૧૫/૨/૨૦૧૧ સુધી “ખાસ શાળ આરોગ્ય સપ્તાહનું” આયોજન કરવામાં આવેલ છે. શાળા આરોગ્ય કાર્યક્રમમાં તપાસેલ બાળકો પૈકી ગંભીર બિમારીવાળ બાળકના વાલીને રૂબરૂ બોલાવી રોગની ગંભીરતા તેમાં લેવાની થતી બાળકની કાળજી અને સારવાર તેમજ સંદર્ભ સેવાની જરૂરીયાત અંગે માહિતગાર કરી જરૂરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવે છે. જે અન્વયે તા.૩/૧૨/૨૦૧૦ નાં રોજ મુળી તાલુકાના વેલાળા(ધ્રાંગધ્રા) ગામે માન.પ્રમુખશ્રી બચુભાઇ આર. પટેલ તેમજ માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.કે. નિરાલા સાહેબના વરદ હસ્તે ખાસ શાળા આરોગ્ય કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. ફોટોગ્રાફસ આયોજન પત્રક

ફોટોગ્રાફસ આયોજન પત્રક

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572737