મુખપૃષ્ઠશાખાઓવિકાસ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

ગ્રામ્ય કક્ષાએ ભુમીહીન મજુરો અને ગ્રામ્ય કારીગરોને ધરથાળના મફત પ્લોટ આપવાની યોજના અન્વયે નવમી પંચવર્ષીય યોજનાના ભાગરૂપે ગરીબી રેખા હેઠળના કુટુંબોને મફત પ્લોટ/મફત ધરના સુત્ર સાથે સરદાર પટેલ આવાસ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ છેવાડાના લાભાર્થીઓને ન્યાય મળે અને ખોટા લાભાર્થીઓ લાભ ન લઇ જાય તથા ગેરરીતી અટકે તે શુભ હેતુથી એપ્રિલ-૨૦૦૨ થી રાજય કક્ષાએ એક તજજ્ઞ ટીમની રચના કરેલ છે અને યોજના નો સાચો લાભ લાભાર્થીઓને આપવા માટે સરકારે કટીબધ્ધતા વ્યકત કરેલ છે. આ યોજના હેઠળ વધુમાં વધુ લોકોને લાભ મળી રહે અને લોકોની જરૂરીયાત મુજબના ધર બંધાય અને ભૌગોલિક સ્થિતિ મુજબ ઉપલબ્ધ બાંધકામ સામગ્રી મળી રહે તે હેતુસર રાજય સરકારશ્રીએ તાજેતરમાં આ યોજનામાં મહત્તમ ફેરફાર કરેલ છે.

યોજના અંતર્ગત બાંધવામાં આવતા મકાન ધાબા અથવા મેંગ્લોરી નળીયાની છત વાળા બનાવવાની મંજુરી તથા ઇંટોના બદલે સીમેન્ટ, હોલોબ્લોક તથા સ્ટોનમેસનરી અને બેલા સ્ટોન વાપરવાની છુટ તથા મકાન લાભાર્થી પોતે બાંધી શકે તેવી છુટછાટ આપવામાં આવેલ છે.

લીંબડી તાલુકાના આઠ ગામોમાં વસતી પઢાર જાતીના વિકાસ માટે રાજય સરકારશ્રી તરફથી જિલ્લા કક્ષાએ જિલ્લા માર્ગદર્શન સમિતિની રચના કરેલ છે. જેમાં કલેકટરશ્રી અધ્યક્ષસ્થાને અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સભ્ય સચિવ છે. પઢાર જાતીના વિકાસ માટે અમલીકરણ અધિકારીશ્રીઓ દ્વારા યોજના બનાવી જિલ્લા માર્ગદર્શન સમિતિમાં ૯૦ ટકા સહાયથી મંજુર કરવામાં આવે છે. તથા ૧૦૦ ટકા સહાયની યોજના આદીજાતી વિકાસ કમિશ્નરશ્રીને વહીવટી મંજુરી માટે મોકલવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572666