મુખપૃષ્ઠશાખાઓસિંચાઇ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

સિંચાઈ પંચાયત વિભાગ, સુરેન્દ્રનગર હેઠળ સાત પેટા વિભાગો આવેલા છે. જે નીચે મુજબ તાલુકામાં કાર્યરત છે.
ક્રમ પેટા વિભાગનું નામ તાલુકો
સુરેન્દ્રનગર નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ વઢવાણ
સાયલા નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ સાયલા / મુળી
ચોટીલા નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ ચોટીલા
લીંબડી નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ લીંબડી/ ચુડા
લખતર નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ લખતર
પાટડી નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ દસાડા
ધ્રાંગધ્રા નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ ધ્રાંગધ્રા/ હળવદ
આમ ઉપરોકત વિગતે જણાવેલ સાત સિંચાઈ પંચાયત પેટા વિભાગો દશ તાલુકાઓ કાર્યરત છે.

સિંચાઈ પંચાયત વિભાગ, સુરેન્દ્રનગર હસ્તક ૧૦૭ નાની સિંચાઈ યોજનાઓ, ૬૪૬ અનુશ્રવણ તળાવો તથા ૧૬૬ ચેકડેમો આવેલા છે. ૧૦૭ સિંચાઈ યોજનાઓમાં ડીઝાઈન મુજબ પાણીનો જથ્થો ર૮૯૮.૯૯ એમ.એફ.ટી. છે. જેમાં મૃત જથ્થો ૪પ૮.૮૧ એમ.સી.એફ.ટી. તથા ર૪૪૦.૧૮ એમ.સી.એફ.ટી જીવત જથ્થો છે.
સુરેન્દ્રનગર જિલ્લાનો ભૌગોલિક વિસ્તાર ૧૦૪પ૮ર૮ હેકટર છે. જેમાંથી ખેડાણ લાયક વિસ્તાર ૭૬૮૦૦૦ હેકટર અને તે પૈકીની ૪૮ર૬૬ હેકટર જમીનમાં હાલ સિંચાઈ ની સુવિધા ઉપલબ્ધ છે. જે પૈકી સિંચાઈ પંચાયત વિભાગ હસ્તક નાની સિંચાઈ યોજનામાંથી ૧૪૧૪૮ હેકટર વિસ્તારમાં સિંચાઈ શકિતનો લાભ મળે છે. જયારે ૬૪૬ અનુશ્રવણ તળાવોમાંથી ૧ર૯ર૦ હેકટરમાં તથા ૧૬૬ ચેકડેમોમાંથી ૧૬૬૦ હેકટરમાં પરો૧ા રીતે સિંચાઈનો લાભ મળી રહે છે.

પુર નિયંત્રણ ના કામોથી ગામમાં પાણીનો પ્રવાર રોકવામાં મદદ કરે છે. તેમજ ચેકડેમના કામમાંથી પરો૧ા રીતે સિંચાઈને લાભ મળી રહે છે.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572683