મુખપૃષ્ઠશાખાઓસિંચાઇ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૦ તાલુકાઓ આવેલા છે. આ ૧૦ તાલુકાઓમાં ૬૫૪ ગામો આવેલા છે. જેમાં ૭ શહેરોનો સમાવેશ થાય છે જેની વિગત નીચે મુજબ છે.
ક્રમ તાલુકાનું નામ શહેરની સંખ્યા ગામોની સંખ્યા
વઢવાણ ૪૫
લીંબડી ૬૩
ચુડા 0 ૩૮
સાયલા 0 ૭૬
ચોટીલા ૧૧૩
મુળી 0 ૫૮
હળવદ ૬૭
ધ્રાંગધ્રા ૬૩
દસાડા ૮૮
૧૦ લખતર 0 ૪૩

કુલ

૬૫૪
નદીઓ અને ૫ર્વતો
જિલ્લાનાં નેઋત્ય ભાગમાં ૧ર૦૦ ફુટ (૩૬પ.૭૬મી.) ઉંચો શંકુ આકારનો ડુંગર ચોટીલા તાલુકામાં આવેલ છે. અને તે જિલ્લાનું સૌથી ઉંચું સ્થાન છે. આ ઉપરાંત થોડી ઓછી ઉંચાઈઓવાળી ટેકરીઓ જિલ્લાના સાયલા, ચોટીલા, તાલુકાઓમાં આવેલ છે.

જિલ્લાના ઉતરભાગમાં નજીક સપાટ, ખારા અને ઉજજડ પ્રદેશ જેવું કચ્છનું નાનું રણ આવેલું છે. ધ્રાંગધ્રા,દસાડા, હળવદ, તાલુકામાં રણને અડીને આવેલ વિસ્તારોની જમીન ક્ષારયુકત છે. જિલ્લાનો પૂર્વ નો નીચાણવાળો વિસ્તાર કે જયાં બારે માસ પાણીથી ઘેરાયેલો છે તેને નવકાઠા વિસ્તાર કહે છે હળવદ, ચોટીલા, સાયલા અને મુળીનો કેટલોક ભાગ પાંચાળ વિસ્તારનાં નામે ઓળખાય છે. જિલ્લાની મુખ્ય નદીઓમાં લીંબડી, ભોગાવો નદી, ચોટીલા, સાયલા અને લીંબડી ચુડા વિસ્તારમાં ભળી જાય છે. ઉપરાંત લીંબડી, ચુડા તાલુકામંથી વાસલ નદી પસાર થાય છે.
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572716