મુખપૃષ્ઠશાખાઓસિંચાઇ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

વઢવાણ ભોગાવો નદી, ચોટીલા, સાયલા, મુળી, વઢવાણ અને લીંબડી તાલુકાઓમાંથી પસાર થાય છે. છેલ્લે નળ સરોવર માં મળે છે. હળવદ તાલુમાંથી બ્રાહમાણી અને કંકાવટી નદી પસાર થાય છે. બ્રહમાણી નદી ચોટીલા, મુળી અને હળવદ તાલુકામાં થઈને રણમાં ફેલાઈ જાય છે. ફલ્કુ નદી ધ્રાંગધ્રા તાલુકામાંથી જયારે રૂપેણ નદી દસાડા તાલુકામાંથી પસાર થાય છે. ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકામાંથી ચંદ્રભાગા,ઉમઈ નદી પણ પસાર થાય છે.

આ જિલ્લાની ઘણખરી નદીઓનું ઉદગમસ્થાન ચોટીલાની ટેકરીઓમાં છે. જિલ્લાની મોટમાં મોટી નદીઓનો પ્રવાહ ૮૦ કિ.મી. કરતા ઓછા અને આ પ્રવાહ ટુકો અને અસમાન છે. નદીનો પણ્ ખુબ જ છીછરા હોય ચોમાસાની ઋતુ સિવાય નદીમાં પાણી રહેતું નથી અને નદીઓ વેગ થી વહી જાય છે. આ નદીઓ મોસમી હોય કેવળ બંધ બાંધી જેના પાણીનો ઉપયોગ કરી શકાય તે હેતુ થી જિલ્લામાં સિંચાઈ યોજના હેઠળ બંધ બાંધવમાં આવેલ છે.
જમીન
સુરેન્દ્રનગર જિલ્લામાં નીચે જણાવ્યા પ્રમાણે ચાર પ્રકારની જમીન છે. (૧)કાંપવાળી જમીન,(ર) પાતળા પડની રેતાળ જમીન, (૩) મઘ્યમ પ્રકારની કાળી અને ગોરાડુ જમીન અને (૪) પાતળા પડની ઓછી કસવાળી જમીન.
મઘ્યમ પ્રકારની કાળી જમીન ઠેર ઠેર જોવા મળે છે. આ જમીન સારા ભેજ સંગ્રાહકવાળી અને અને ચીકણી હોવાથી કપાસના પાક માટે અનુકુળ છે. તેથી કપાસ આ જિલ્લાનો રોકડીઓ પાક છે. જિલ્લાના દસાડા તથા લખતર તાલુકામાં જમીન ખારાશવાળી છે. ધ્રાંગધ્રા તાલુકામાં જમીન રેતવાળી અને પથ્થરમાંથી બનેલી હોવાથી પાતળી, રેતાળ અને ધોવાઈ જાય છે. ગોરાડુ જમીન હળવદ અને ધ્રાંગધ્રા તાલુકાન કેટલાંક ભાગમાં જોવા મળે છે. આ જમીન ઓછા કસવાળી અને પાતળા થરવાળી હોય છે.

વઢવાણ તાલુકામાં જમીન ફળદ્રુપ અને કાળી છે. લીંબડી અને લખતર તાલુકામાં આવેલ નળકાઠાની જમીનમાં ચોમાસામાં પાણી ભરાવાથી સમુદ્ર જેવું લાગે છે. પરંતુ લીંબડી તાલુકાનાં ભાલ વિસ્તારની જમીન કાળી ફળદ્રુપ છે અને તે ઘઉં તેમજ કપાસના પાકને ખૂબ જ અનુકુળ છે. ચોટીલા તથા સાયલા તાલુકામાં રેતાળ અને પથરાળ પાતાળ જમીન છે. મુળી તાલુકામાં મઘ્યમ પ્રકારની કાળી અને કયાંક કયાંક રેતાળ જમીન છે.
વાતાવરણ અને વરસાદ
જિલ્લામાં સાધારણ વરસાદ સાથે શિયાળાનું અતિ નીચુ અને ઉનાળાનું અતિ ઉંચુ ઉષ્ણતામાન જિલ્લાની આબોહવાને સુકી તેમજ આરોગ્યપ્રદ બનાવે છે. માર્ચ થી મે માસમાં સમય દરમ્યાન સતત વધતુ જાય છે. મે માસમાં સૌથી વધુ ગરમી પડે છે અને ત્યાર પછી દક્ષિણ - પશ્વિમના પવન સાથે જુન માસમાં ચોમાસુ શરૂ થતા દિવસમાં ઉષ્ણતામાન ઘટવા લાગે છે અને સપ્ટેમ્બર માસમાં મઘ્યમભાગમાં, દક્ષિણ - પશ્વિમનાં પવનથી ચોમાસુ વિદાય લે છે. જિલ્લામાં વરસાદ અપૂરતો અને અનિયમિત હોઈ અવાર - નવાર અછતની પરિસ્થિતી ઉભી થાય છે. જિલ્લો ખેતી પ્રધાન હોવાથી વસ્તીનો મોટો ભાગ ખેતી ઉપર આધાર રાખે છે. જયારે જયારે વર્ષ સારૂ હોતુ નથી. ત્યારે ખેતી ઉપર નભતી ગ્રામ્ય રોજગારીનો પ્રશ્ન નડે છે. તેવા સમયે અછત રાહતના કામો શરૂ કરવા પડે છે.
પાછળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572642