મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

 

આઝાદીના સમય પહેલા આ દેશમાં દેશી રાજાઓનું રજવાડાનું રાજય ચાલુત હતું ત્યારે પણ સહકારને લગત કામગીરી ચાલુ હતી સહકાર એટલે એક બીજાને મદદરૂપ થઇને સહકારથી કામગીરી કરવી એવુ થાય છે. પરંતુ ત્યારે તેનું સ્વરૂપ જુદુ હતું.
સરકારશ્રીના ખેતી વન અને સહકાર વિભાગના હુકમ નંબર જીએમકેએમ/૧૭૨/૯૧ સી.એસ.એ/૪૯૭૮/૪૨૨૯ડી તા.૩૧/૮/૮૧ થી રજીસ્ટ્રાર સહકારી મંડળીઓનો નીચે  મુજબની સતાના કાર્યો અને ફરજો જિલ્લા પંચાયતને સોંપવામાં આવેલ છે. આ ઠરાવ અન્વયે મળેલ અધિકાર ઔધોગીક મંડળીઓ માટે કુટીર ઉધોગ કમિશ્નરશ્રી, દુધ મંડળીઓ માટે ડેરીની મંજુરી લેવાની રહે છે ગ્રાહક ભંડાર માટે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ સુરેન્દ્રનગરની મંજુરી લેવાની રહે છે. ઉપરોકત મંડળીઓની દરખાસ્ત વિસ્તરણ અધિકારીશ્રી સહકાર કે જેઓ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતાં હોય છે. તેમની પાસે ચકાસણી થયા બાદ તેની નોંધવાની કામગીરી આ કચેરી દ્રારા કરવામાં આવે છે.

 
 

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572713