મુખપૃષ્ઠશાખાઓશાખાની કામગીરીરસીકરણ

શાખાની કામગીરી

પશુપાલન શાખા જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર નીચે ર૮ પશુ દવાખાના, શાખા પશુ દવાખાના ૫ અને ૧પ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો તથા ૧ કૃત્રિમ બિજદાન પેટા કેન્દ્ર કાર્યરત છે.

ઉપરોકત પશુ સારવાર સંસ્થાઓ મારફતે ખાતા દ્વારા ફાળવવામાં આવતા યોજનાકીય કૃત્રિમ બિજદાન તાંત્રીક લક્ષ્‍યાંકો પુર્ણ કરવાની કામગીરી સારવાર, રસીકરણ, ખસીકરણ, પશુ સારવાર કેમ્પો, કૃષિ મહોત્સવ, પશુ આરોગ્ય મેળાની કામગીરી પશુપાલન શાખાની દેખરેખ હેઠળ કરવામાં આવે છે.

સદરહુ ૪૮ પશુ સારવાર સંસ્થાઓની કામગીરીની દેખરેખ ઉપરાંત રાજય સરકાર હસ્તક વેટરનરી પોલી કલીનીક, પશુ રોગ સંશોધન એકમ, ઘનિષ્ટ પશુ સુધારણા યોજનાનાં ઘટકો, ઘનિષ્ટ મરઘા વિકાસ ઘટકો, ઘેટાં વિસ્તરણ કચેરી, બળીયા નાબુદી યોજનાનાં કેન્દ્રો સાથે સંકલનમાં રહી પશુપાલન અંગેની પ્રવૃતિ કરવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572727