મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
મહેકમશાખા ધ્વારા મુખ્યત્વે નીચે મુજબની કામગીરી થાય છે.
 
તાબાની કચેરીઓમાં સેટઅપ મુજબની નાયબ ચીટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીની.કલાર્ક (વહીવટ) વિસ્તરણ અધિકારી- પંચાયત /સહકાર / આંકડા, સર્કલ ઇન્સ્પેકટર, તલાટી-કમ-મંત્રી, જુની.કલાર્ક (વહીવટ), ડ્રાયવર, પટ્ટાવાળા સંવર્ગની વર્ગ-૩ અને વર્ગ-૪ ની જગ્યાઓ સરકારશ્રીની મંજુરી મેળવી ભરવાની કાર્યવાહી- નિમણુંકની કામગીરી.
વિસ્તરીય પંચાયતોમાં ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા તેમજ જિલ્લા કક્ષાની કચેરીઓમાં નાયબ ચીટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીનીયર કલાર્ક (વહીવટ), વિસ્તરણ અધિકારી-(પંચાયત), સર્કલ ઈન્સ્પેકટર, તલાટી-કમ-મંત્રી, જુની.કલાર્ક, ડ્રાયવર, પટ્ટાવાળા સંવર્ગની વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓની સરકારશ્રીના નિતી નિયમો મુજબ ભરતી, બદલી બઢતીની કામગીરી.
તાબાના તમામ સંવર્ગના કર્મચારીઓ જેમ કે નાયબ ચીટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીનીયર કલાર્ક (વહીવટ), વિસ્તરણ અધિકારી-(પંચાયત),સર્કલ ઇન્સ્પેકટર, તલાટી-કમ-મંત્રી, જુની.કલાર્ક, ડ્રાયવર, પટ્ટાવાળા સંવર્ગના વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉપર દેખરેખ અને નિયંત્રણની કામગીરી.
વર્ગ-૩ અને વર્ગ-૪ કર્મચારી, નાયબ ચીટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી- સીનીયર કલાર્ક(વહીવટ) વિસ્તરણ અધીકારી-પંચાયત, સર્કલ ઇન્સ્પેકટર, તલાટી-કમ- મંત્રી, જુની.કલાર્ક, ડ્રાયવર, પટ્ટાવાળા વિગેરેની નિયુકત કરવાની કામગીરી.
વર્ગ-૩ અને વર્ગ-૪ કર્મચારી નાયબ ચીટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીનીયર કલાર્ક(વહીવટ) વિસ્તરણ અધીકારી-પંચાયત, સર્કલ ઇન્સ્પેકટર, તલાટી-કમ- મંત્રી, જુની.કલાર્ક, ડ્રાયવર, પટ્ટાવાળા વિગેરે સામેની ફરીયાદ અન્વયેની શિક્ષાની કાર્યવાહી.
સરકારશ્રી તરફથી વખતોવખત બહાર પાડવામાં આવતા કર્મચારીઓને લગતા જાહેરનામા, પરીપત્રો, ઠરાવો વિગેરેનો અમલ કરવો અને કરાવવાની કાર્યવાહી તથા સીનીયોરીટી બહાર પાડવાની કામગીરી.
જિલ્લા પંચાયત તળેના કોઇપણ સંવર્ગના કર્મચારી અવસાન પામે તેના આશ્રીતની દરખાસ્ત સરકારશ્રીમાં મોકલવાની કામગીરી તથા તે દરખાસ્ત અન્વયે મંજુરી અન્વયે ઉમેદવારને નિમણુંક આપવાની કાર્યવાહી.
નાયબ ચીટનીશ, સીની.કલાર્ક (વહીવટ) જુની.કલાર્ક(વહીવટ), ડ્રાયવર, પટ્ટાવાળા સંવર્ગના કર્મચારીઓના ખાનગી અહેવાલ લખવાના તેમજ સમીક્ષા કરવાની કાર્યવાહી અને કસ્ટડીમાં સાચવવાની કામગીરી કરવામાં આવે છે.
વર્ગ-૧ અને વર્ગ-ર ના અધિકારીશ્રીઓને હાજર કરવાની તેમજ છુટા કરવાની કામગીરી અત્રેની શાખા ધ્વારા કામગીરી થાય છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572758