મુખપૃષ્ઠશાખાઓમેલેરીયા શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

વર્તમાન સંજોગોમાં વિશ્‍વ કક્ષાએ અનેક સમસ્‍યાઓ માનવ જીવન સમક્ષ ઉદભવેલ છે. જેમા જન આરોગ્‍યનો પણ સમાવેશ થયેલ છે. વિશ્‍ય આરોગ્‍ય સંસ્‍થા જેના પ્રસાર સામે ચિંતીત રહેલ છે. તેવો મેલેરીયા રોગ સમગ્ર માનવ જાત માટે ભયંકર છે.
સુરેન્‍દ્રનગર જિલ્‍લો દરિયાઇ સપાટીથી ૮૨૫ મીટરની ઉંચાઇએ ૨૨.૦૦૦ થી ૨૩.૪૫૦ અક્ષાંશ અને ૬૯.૪૫૦ થી ૭૨.૧૫૦ રેખાંશ વચ્‍ચે વિવિધ ભૌગોલિક પરિસ્‍થિતી અને વિસમ આબોહવા વાળો ૧૦૪૮૯ ચો.કી.મી. વિસ્‍તારમાં પથરાયેલો જિલ્‍લો છે. જે પૂર્વે અમદાવાદ જિલ્‍લો- પશ્‍ચીમે રાજકોટ જિલ્‍લો - ઉત્તરપર્વે મહેસાણા જિલ્‍લો - ઉત્તરે પાટણ જિલ્‍લો - દક્ષિણે ભાવનગર જિલ્‍લો અને ઉત્તર પશ્‍ચીમે કચ્‍છના નાના રણ વચ્‍ચે ઘેરાયેલો જિલ્‍લો છે. સુરેન્‍દ્રનગર જિલ્‍લો ૬ શહેરો અને પ૭૫ ગામોનો બનેલો ૧૭૦૪૬૧૩ ની કુલ વસ્‍તી ધરાવતો જિલ્‍લો છે. જે પૈકી શહેરી વિસ્‍તાર ૪૭૪૪૮૨ તથા ગ્રામ્‍ય વિસ્‍તાર ૧૨૩૦૧૩૧ ની વસ્‍તી ધરાવે છે. જિલ્‍લાના કુલ ૫૭૫ ગામો પૈકી રણ કાંઠાના ૪૬ - ગામો ભાલ કાંઠાના ૨૦ - પઢાર જાતીના ૭ ગામ અને ખાસ પછાત વિસ્‍તારના ૧૯૦ ગામો આવેલા છે.

૧૯૫૩ પહેલા ૭.૫ કરોડ લોકો મેલેરીયાથી પીડાતા હતા જેથી કેન્‍દ્ર સરકારશ્રી તરફથી ૧૯૫૩ મા રાષ્‍ટ્રીય મેલેરીયા નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરેલ, ૧૯૫૩ પહેલા સાડા સાત કરોડ લોકો મેલેરીયાથી પીડાતા હતા. જેથી કેન્‍દ્ર સરકારશ્રી તરફથી ૧૯૫૩ માં રાષ્‍ટ્રીય મેલેરીયા નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરેલ.
૧૯૫૮ માં રાષ્‍ટ્રીય મેલેરીયા નિયંત્રણ કાર્યક્રમ ને રાષ્‍ટ્રીય મેલેરીયા નાબુદી કાયર્ક્રમમાં તબદીલ કરવામાં આવેલ.
૧૯૬૫ સુધી મેલેરીયાના દર્દીઓની સંખ્‍યા ઘટીને આશરે ૧ લાખ થવા પામી
૧૯૭૬ માં મેલેરીયાએ ફરીથી માથુ ઉંચકતા મેલેરીયાના દર્દીઓની સંખયા વધીને ૬૪ લાખ સુધી પહોંચી જતા આ યોજનાનું વિકેન્‍દ્રીકરણ કરી રાજય સરકારને સુપ્રત કરેલ.
૧૯૭૭ રાજય સરકારે આ કાર્યક્રમ મેલેરીયા નિયંત્રણમાં લાવવા માટે મોડીફાઇડ ૫લાન ઓફ ઓપરેશન શરૂ કર્યુ.
૧૯૭૮ માં રાજય સરકારે પ્રોગ્રામના માળખાનું વિકેન્‍દ્રકરણ કરી જિલ્‍લા પંચાયતને રાષ્‍ટ્રીય મેલેરીયા પ્રોગ્રામની ગાઇડ લાઇન મુજબ ચલાવવા તબદીલ કરી રાષ્‍ટ્રીય મેલેરીયા નિયંત્રણ કાર્યક્રમના નામમાં અવાર-નવાર ફેરફાર થતા રહયા છે.
૨૦૦૩-૦૪ માં મેલેરીયા સહિતના વાહકજન્‍ય તમામ રોગો જેવા કે, ફાઇલેરીયા ડેંગ્‍યુ ચીકુનગુનીયા કાલાઆઝારા - યલોફીવર વગેરેનો સમાવેશ કરી રાષ્‍ટ્રીય વાહકજન્‍ય રોગ નિયંત્રણ કાર્યક્રમના નામથી પ્રસ્‍થાપિત કર્યુ. આ પ્રોગ્રામમાં ઘનિષ્‍ઠ સર્વેલન્‍સ - લોહીના નમુના પરિક્ષણ જંતુનાશક દવાનો છંટકાવ એન્‍ટી લાર્વલ કામગીરી અને આરોગ્‍ય વિષયક શિક્ષણ દ્વારા લોકો અને સરકારી તંત્રના સહયોગ દ્વારા મેલેરીયા નિયંત્રણ કાર્યક્રમ સફળ બનાવવા જિલ્‍લાભરના અધિકારીઓ કટીબધ્‍ધ છે.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572772