મુખપૃષ્ઠશાખાઓખેતીવાડી શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર હસ્તકની ખેતીવાડી શાખા ધ્વારા જીલ્લાના નાના /સિમાંત તેમજ મોટા ખેડુતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ધ્વારા ખેડુતોને ખેતીના વિકાસ અર્થે, ખેતીની સુધારણા માટે, તેમજ ખેતી વિષયકની તમામ પ્રકારની સુવિધાઓ માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે.
ખેતીવાડી શાખા ધ્વારા ખેડુતોને નીચે મુજબની યોજનાઓ મારફત સહાય તેમજ યોજના અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે.
એ.જી.આર-૧.
(સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના) આ યોજના હેઠળ ખેડુતોને કૃષિ વૈજ્ઞાનિકો /શિક્ષકોને નકકી કરેલ વિષય વિસ્તારના પાંચ ક્ષેત્રોમાં ઉત્પાદન લક્ષી સંશોધન માટે દરેક ક્ષેત્રમાં પ્રથમ આવનારને રૂ. ૧ લાખ, બીજાનંબરને રૂ.૨૫૦૦૦ પુરસ્કાર સાથે શાલ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ યોજનામાં કૃષિ વિસ્‍તરણ મહેકમ, જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા, સીડ સેલ, નવા સાધનો અને નવી ટેકનોલોજીની ખરીદીનો સમાવેશ કરવામાં આવેલ છે.
એ.જી.આર-૨.
અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાયના ખેડૂતો માટે કૃષિ સહાયક કાર્યક્રમ. જમીન આરોગ્‍ય અને સેન્‍દ્રિય ખેતી, સંકલિત જીવાત નિયંત્રણ, બિયારણની વૃધ્‍ધિ અને વહેંચણી, કૃષિ યાંત્રીકરણ, સિંચાઇ સુવિધા અને અન્‍ય કૃષિ સામગ્રીનો વપરાશ વધારવા ખેડૂતોને પ્રોત્‍સાહિત કરવા માટેની યોજના. 
એ.જી.આર.-૩
આદિજાતિ વિસ્‍તારમાં અથવા આદિજાતિ વિસ્‍તાર બહાર વસતા આદિવાસી ખેડૂતો માટે કૃષિ વિષયક સહાય કાર્યક્રમ (ટીએએસપી.) કૃષિ ઉત્‍પાદન માટે જરૂરી હોય તેવી ઉત્‍પાદક સામગ્રી પરિસ્‍થિતિને અનુરૂપ અને જરૂરીયાત મુજબ સહાયથી ઉપલબ્‍ધ કરાવવામાં આવશે.
એ.જી.આર-૪ - અનુસૂચિત જાતિના ખેડૂતોને વૃધ્‍ધિજન્‍ય પ્રોત્‍સાહનો
કૃષિ વિકાસ માટે અનું જાતિના ખેડુતોને પ્રત્સાહન આપવાની યોજના.ઇનપુટ કિટસ, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ વધારવો, કંપોસ્ટ(છાંણીયુ) જૈવિક ખાતર, વર્મિ કંપોસ્ટ, જંતુનાશક દવા, પાક સંરક્ષણ સાધનો, આઇ.પી.એમ. સુધરેલ ખેત ઓજાર, બળદ, બળદગાડુ, ખુલ્લી પાઇપ લાઇન, તાડપત્રી વિગેરે
એ.જી.આર-૫.- ટેકનોલોજી મીશન અને કોટન
કોટન મીનીમીશન ટેકનોલોજી (કેન્દ્ર પુરસ્કૃત) સ્પ્રીંકલરસેટ, ટપક સિંચાઇ, ફેરોમેનટ્રેપ, પાક સંરક્ષણ સાધનો, ખેડુત તાલીમ, ફર્ટીલાઇઝર બ્રોડ કાસ્ટર વિગેરે
એ.જી.આર-૬ - તેલિબિયા કઠોળ અને મકાઇનો વિકાસ કાર્યક્રમ
 બીજ વિતરણ, બ્લોક નિદર્શન, ફાર્મ્સ ફીલ્ડ સ્કૃલ, પાક સંરક્ષણ સાધન, જીપ્સમ, સુધરેલ ખેત ઓજાર, કઠોળ વિકાસ યોજનામાં પ્રમાણીત બીજ વિતરણ પાક સંરક્ષણ દવા, સુધરેલ ખેત ઓજાર(માનવ/પાવર સંચાલિત) એન.પી.વી.વિગેરે
એ.જી.આર-૯.
મેક્રો મેનેજમેન્ટ ( વર્ક પ્લાન યોજના) સુધરેલ કૃષિ ટેકનોલોજીનું ક્ષેત્ર નિદર્શન, ડાંગરના પાક, સંકલિત જીવાત નિયંત્રણ, ક્ષેત્ર નિદર્શન (શેરડી પાક) રાજય બહારનો શૈક્ષણિક પ્રવાસ, ટ્રેકટર, પાવર ટીલર
એ.જી.આર-૧૩.
ખેતીમાં કુદરતી આપત્ત્િઓ સામે જોખમમાં રક્ષણ (અ)ખાતેદાર ખેડુતોની અકસ્માત વીમા યોજના (બ) પાક વીમા યોજના વિગેરે
એ.જી.આર-૫૦.
ખેતીલાડી ક્ષેત્રે કૃષિ યાંત્રીકરણ (ટ્રેક્રટર નોર્મલ)
એન.એફ.એસ.એમ
નેશનલ ફુડ સીકયુરીટી મીશન અંતર્ગત જીલ્‍લામાં કઠોળનું ઉત્‍પાદન વધારવા સુધરેલ કૃષિ ટેકનોલોજી આપવી.
આરકેવીવાય (સ્‍થ્રેંથનીંગ ઓફ ફાર્મ મીકેનાઇઝેશન), કૃષિ ક્ષેત્રે યાંત્રીકરણને પ્રોત્‍સાહીત કરવા માટે સુધારેલ ખેતી સામગ્રી, ઓજારોમાં સહાય આપવી.
રાજ્યમાં કૃષિક્ષેત્રમાં લોકભાગીદારીથી ગ્રામકક્ષાએ આધુનિક ઓજારો, કૃષિ પધ્ધયતિઓ, જળસંચય અને વિજળી સંચયના કાર્યક્રમો ખેડૂતો સુધી પહોંચે તે માટે રાજ્ય સરકારનો આગવો અભીગમ છે. કૃષિ મહોત્સસવ એ ખેતી વિસ્તૂરણ અને ખેડૂતોને નજીક લાવવાનો કાર્યક્રમ છે. આ કૃષિ મહોત્સિવ-૨૦૧૨ વધુ લોકભાગ્ય‍ બને. વધુ ખેડૂતો ખાસ કરીને યુવાનો અને મહીલાઓ વધુ ભાગ લે તે માટે તાલુકા કક્ષાએથી આયોજન, અમલીકરણ અંગે આયોજન હાથ ધરેલ છે. પ્રચાર પસાર કરવામાં આવેલ છે. કૃષિ રથ જીલ્લા્ના દરેક ગામોમાં ફરીને ખેડૂતોને અને ગ્રામજનોને સરકારશ્રીના તમામ જુદા જુદા ખાતાઓ મારફત કઇ – કઇ યોજનાઓ ચાલે છે. તેમજ સદરહુ યોજનાઓનો લાભ કેવી રીતે લેવો તેનું જરૂરી માર્ગદર્શન કૃષિ રથ મારફત આપવામાં આવે છે.
ગુજરાત સરકાર મારફત ખેડૂતોને સરકારશ્રીની યોજનાઓનો લાભ લેવા માટે તેમજ તે અંગેની કાર્યવાહી અંગે જરૂરી માર્ગદર્શન આપવા માટે દરેક ગામમાં ગ્રામમિત્રની નિમણુંક કરવામાં આવેલ છે. જે ગ્રામમિત્રો ખેડૂતોને તમામ પ્રકારનું પૂરતું માર્ગદર્શન આપે છે. જેથી ખેડૂતોને ખેતી વિષયક યોજનાઓની સરળતાથી માહિતીઓ મળી રહે છે.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572657