મુખપૃષ્ઠશાખાઓબાંઘકામ શાખાની કામગીરી

શાખાની કામગીરી

સરકારશ્રીનાં વિષયોનુસાર અને તેનાં અધતન ૫રિ૫ત્રો અને સુચનાઓનુસાર તમામ યોજનાઓમાં કામોની ૫સંદગીનું ધોરણ એક સરખું જાળવવા માટે નીચેની બાબતો મુખ્યત્વે લેવામાં આવે છે.
(૧) રસ્તાઓ રીપેર કરવા યોગ્ય છે કે કેમ ?
(ર) રસ્તાઓની ડામર સપાટીઓની પરિસ્થિતી
(૩) વરસાદનાં પાણીનાં નિકાલ માટે નાળા, પુલિયા, ક્રોઝવે રીપેરીંગ, પહોળા કરવા, ઉંચા કરવા, વોટર વે વધારવો, વેન્ટેડ ક્રોઝવે કરવા, સ્લેબ ડ્રેઈન કરવું વગેરે તમામ બાબતો સ્થળ પરિસ્થિતિ અને સંજોગો મુજબ તાંત્રિક રીતે રજુઆતનાં આધારે ચકાસવામાં આવે છે.

આ રજુઆતોમાં સ્થાનિક કક્ષાનાં લોકોની રજુઆત,ગ્રામ પંચાયતની રજુઆત, તાલુકા પંચાયત તેમજ તાલુકા પંચાયત ના પ્રતિનિધિઓ તરફથી રજુઆત, જિલ્લા પંચાયતનાં પ્રતિનિધિઓ તરફથી થયેલ રજુઆત,માન. ધારાસભ્યશ્રીઓ, માન.સંસદ સભ્યશ્રીઓ તથા માન.મંત્રીશ્રીઓ ઘ્વારા થયેલ રજુઆતો ઘ્યાને લઈ તે રજુઆત અન્વયે ઉપર જણાવ્યા મુજબ તાંત્રિક અને વહિવટી તેમજ નાણાંકીય સંભવિત ખર્ચની બાબતોને ઘ્યાને લઈ નો અહેવાલ તૈયાર કરી સરકારશ્રીમાં દરખાસ્તનાં રૂપમાં કામોને મંજુર કરાવવા અત્રેનાં વિભાગ ઘ્વારા પેટા વિભાગ તરફથી તૈયાર થયેલ દરખાસ્ત સરકારશ્રીમાં ભલામણ નાં રૂપે દરખાસ્ત કરવામાં આવે છે.

ત્યારબાદ સરકારશ્રી જિલ્લાનું મળવાપાત્ર નાણાંકીય લક્ષાંકની સામે કામોને મંજુર કરે છે. આ મંજુર થયેલ કામોને આગળની કાર્યવાહી કરવા માટે યોગ્ય હુકમો કરી કામોને અને કામોની રકમને જોબ નંબર આપે છે.

આ મળેલ મંજુરીનાં સંદર્ભમાં પેટા વિભાગ તરફથી અંદાજપત્રકો કરવામાં આવે છે અને જેને રકમની મર્યાદામાં જે તે કક્ષાએથી તાંત્રિક મંજુરી આપવામાં આવે છે. આમ સરકારશ્રીમાંથી તાંત્રિક મંજુરી મેળવ્યા બાદ આગળની કાર્યવાહી વિભાગ ઘ્વારા કરવામાં આવે છે.

તાંત્રિક મંજુરી મેળવ્યા બાદ આવા કામોને ટેન્ડરની પ્રક્રીયામાં નિયમોનુસાર વિભાગ અને પેટા વિભાગમાંથી સત્તા મર્યાદામાં રહી કરવામાં આવે છે. અને ટેન્ડર પ્રક્રિયા, ટેન્ડર મંજુરી કરવાની પ્રક્રીયા અને ઠેકેદારશ્રીઓને કામગીરીની સો૫ણી પ્રક્રીયા સરકારશ્રીનાં અને પંચાયતનાં નિયમોને આધિન રહીને કરવામાં આવે છે.

તાંત્રિક મંજુરી મેળવ્યા બાદ આવા કામોને ટેન્ડરની પ્રક્રીયામાં નિયમોનુસાર વિભાગ અને પેટા વિભાગમાંથી સત્તા મર્યાદામાં રહી કરવામાં આવે છે. અને ટેન્ડર પ્રક્રિયા, ટેન્ડર મંજુરી કરવાની પ્રક્રીયા અને ઠેકેદારશ્રીઓને કામગીરીની સોપણી પ્રક્રીયા સરકારશ્રીનાં અને પંચાયતનાં નિયમોને આધિન રહીને કરવામાં આવે છે.

ઠેકેદારશ્રી તરફથી કામગીરી શરૂ થતાં કામોને લાઈન આપી ઠેકેદારશ્રી પાસેથી કામગીરી કરાવવી અને નિયમોનુસાર કામને લગતી તમામ બાબતો પેટા વિભાગ ઘ્વારા કરાવવામાં આવે છે અને તેમાં સરકારશ્રીનાં વખતો વખતનાં નિયમોનુસાર તમામ ચકીંગ વગેરે ની કામગીરી સત્તા મર્યાદામાં લગત કર્મચારી/અધિકારીશ્રી તરફથી કરવામાં આવે છે.

(ર) ત્યારબાદ બીલ બનાવવાની કામગીરી, મંજુર કરાવની કામગીરી, નાણાંકીય ચુકવણી વગેરે અત્રેના વિભાગ ઘ્વારા કરવામાં આવે છે. જે નિતિ નિયમો મુજબ બાંધકામનાં નિયમો, નાણાંકીય નિયમો, પંચાયત નાં નિયમો, મુજબ તમામ પરીપત્રો,ઠરાવો ઘ્યાને રાખીને ઉપર જણાવેલ નાણાંકીય ચુકવણી વગેરે અત્રેના વિભાગ ઘ્વારા કરવામાં આવે છે.

આમ અત્રેનાં વિભાગ ઘ્વારા નિયમોનુસાર કામો મંજુર કરાવવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરી કામોને મંજુરી મળ્યા બાદ જે તે વર્ષમાં એસ.ઓ.આર નાં ભાવો ઘ્યાને લઈ અંદાજપત્રકો તૈયાર કરી, તાંત્રીક મંજુરી આપવી, ટેન્ડરો બહાર પાડવા, ટેન્ડર મંજુર કરાવવા ત્યાર બાદ એજન્સીઓ નકકી કરી વર્ક ઓર્ડર આપી કામો શરૂ કરાવવા, કામો પૂર્ણ કરાવવા, કામોનાં ચુકવણાઓ કરાવવા વગેરે તમામ બાબતો સરકારશ્રીમાં પંચાયતનાં, બાંધકામનાં, નાણાંકીય નિયમોને આધિન રહીને પંચાયત હસ્તક રસ્તાઓ અને મકાનોને જરૂરી બાંધકામ, રીપેરીંગ, સમારકામ વગેરે નાં તમામ કાર્ય નાં કામગીરી કરનાર એટલે કે કાર્યનાં કાર્યપાલક ઈજનેર તરીકે અત્રેનાં વિભાગ ઘ્વારા ઉપર જણાવ્યા મુજબ વિગતવાર કામગીરી કરવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572746