મુખપૃષ્ઠશાખાઓબાંઘકામ પ્રસ્તાવના

પ્રસ્તાવના

 

અત્રેમાં પંચાયત વિભાગ હસ્તક સામાન્ય રીતે નીચે મુજબની કામગીરીઓ જુદી જુદી સદરોમાં તેમજ યોજનાનાં નામે સરકારશ્રી ઘ્વારા કામો મંજુર કરવામાં આવે છે.

૧. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના
૨. નાબાર્ડ
૩. કિશાનપથ
૪. ૧રમું નાણાપંચ
૫. બજેટ
૬. બજેટ ઉચ્ચક જોગવાઈ
૭. સી.આર.એફ.
૮. પ્રવાસીપથ
૯. ખાસ મરામત કાર્યક્રમ
૧૦ ખાસ અંગર્ભત
૧૧. આયોજન મંડળનાં કામો
૧૨. એન.આર.જી.એ.
૧૩. તાલુકા થી તાલુકા મથકને જોડતા રસ્તાઓની યોજના
કેન્દ્ર સરકાર  પુરસ્કૃત પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સામાન્ય રીતે વસ્તી નાં ધોરણે મોટા ગામડાઓથી લઈ નાના ગામડાઓ તથા ૫રા વિસ્તારોને રસ્તાની સુવિધાઓ આ૫વાનો મુળભુત હેતુ છે. અને જેને મા૫દંડ મુજબ જિલ્લા ને દર વર્ષે ફાળવવામાં આવતી ગ્રાન્ટ ને નાણાંકીય મર્યાદામાં રાજય સરકારશ્રી તરફથી ફાળવેલ ભૌતિક નાણાંકીય લક્ષાંકો અને ગાઈડલાઈન ઘ્યાને લઈ કામોની દરખાસ્તો ને મંજુર કરવામાં આવે છે અને રાજય સરકારશ્રી ઘ્વારા આ કામોને જોબ નંબર ફાળવવામાં આવે છે. આમ કામોની દરખાસ્ત જિલ્લા કક્ષાએથી કરવાની થાય છે અને કામોની તાંત્રિક મંજુરી અને વહીવટી મંજુરી તેમજ ગ્રાંન્ટ ફાળવણી વગેરે રાજય સરકારશ્રી તરફથી કરવામાં આવે છે. જયારે ભૌતિક રીતે કામગીરી બાંધકામનાં નિયમો અને મેન્યુઅલ અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની ગાઈડલાઈન મુજબ કરવામાં આવે છે.
આજ રીતે અન્ય સદરો તથા યોજનાઓનાં કામોમાં ૫ણ ઉ૫ર મુજબ અત્રેના વિભાગ તરફથી કરવામાં આવતી દરખાસ્તો સરકારશ્રીમાં રજુ કરવામાં આવે છે અને સરકારશ્રી તરફથી આવા જરૂરીયાત વાળા કામો અને વિવિધ રજુઆતવાળા કામો મંજુર કરવામાં આવે છે. તેમજ સરકારશ્રી તરફથી અલગ અલગ યોજનામાં દરેક કામોમાં અલગ અલગ લક્ષાંકો નકકી કરી ૫ણ કામો મંજુર કરવામાં આવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572770