મુખપૃષ્ઠશાખાઓઆર્યૃવેદ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

અત્રેની કચેરીના તાબા હેઠળ ૨૧ આયુર્વેદ તથા ૬ હોમિયોપેથી દવાખાનાઓ કાર્યરત છે. જેમાં નીચેની સેવાઓ આપવામાં આવે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના દવાખાનાઓનો સમય સોમ થી શુક્ર સવારે ૮-૩૦ થી ૧૨-૩૦ સુધી તથા સાંજે ૪-૦૦ થી ૬-૦૦ સુધીનો છે, તથા શનિવારે ૮-૩૦ થી ૧૨-૩૦ સુધીનો છે.

જાહેર આરોગ્ય અને સુખાકારી માટે સ્વસ્થ માણસોનું આરોગ્ય જાળવવું અને બીમાર માણસની સારવાર કરવી.

દવાખાનાઓમાં ઓપીડી લેવલે આયુર્વેદ/હોમિયોપેથી પધ્ધતિથી નિદાન અને સારવાર અપાય છે.

ઓપીડી લેવલે પંચકર્મ સારવાર જેમકે સ્નેહન, સ્વેદન,નસ્ય વગેરે આપવામાં આવે છે.

આયુર્વેદ દવાખાનાઓમાં વ્યક્તિની પ્રકૃતિ(તાસીર) નક્કી કરીને તે મુજબ તે વ્યકિતને અનુકુળ આહારવિહારનું માર્ગદર્શન આપવમાં આવે છે. જે મુજબ પાલન કરવાથી વ્યક્તિ તેની રોગપ્રતિકારક શક્તિ વધતા સ્વસ્થ અને સુખમય જીવન જીવી શકે છે.

જરા ચિકિત્સા અંતર્ગત સન્માનનીય વૃદ્ધજનો માટે વિશેષ સારવાર અપાય છે જેથી તેઓ નીરોગી રહી સ્વસ્થ જીવન જીવી શકે.

દર માસે પુષ્યનક્ષત્રમાં પાંચ વર્ષ સુધીના બાળકોને શારીરિક સ્વાસ્થ્ય તથા સર્વાંગી વિકાસ માટે સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવે છે.

રસોડામાં વપરાતા ઔષધો અને પોતાના ઘર-ગામની આસપાસ ઉગતી વનસ્પતિની ઓળખ અને ઉપયોગો સમજાવવા માટે વનસ્પતિ પ્રદર્શનનાં આયોજન કરવામાં આવે છે.

નાનપણથી જ બાળકોમાં આયુર્વેદ સારવાર પ્રત્યે અભિરુચિ કેળવાય તે માટે શાળામાં સ્વસ્થવૃત તેમજ યોગ શિબીરનુ આયોજન કરવામાં આવે છે.

અંતરીયાળ તેમજ છેવાડાના વિસ્તારના ગરીબ માણસોનું સ્વાસ્થ્ય નિરામય રહે તે માટે આરોગ્ય શિક્ષણ જેવું કે દિનચર્યા, ઋતુચર્યા, પથ્યાપથ્ય, યોગાસન જેવા વિષયોની માહિતી સતત આપવામાં આવે છે.

આયુર્વેદ ઔષધોના વૃક્ષારોપણ માટે પ્રજાજનોને પ્રોત્સાહિત કરવામાં આવે છે

આંગણવાડી અને મમતા દિવસની સમયાંતરે મુલાકાત લઇ કુપોષણ નિવારવા માટે આહાર-વિહારની સમજ આપવામાં આવે છે.

શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

વર્ષ દરમ્યાન દરેક દવાખાના દીઠ આજુબાજુના વિસ્તારોમાં આયુર્વેદ/હોમિયોપેથીના નિદાન-સારવાર કેમ્પો કરવામાં આવે છે. ઋતુજન્ય રોગો દરમ્યાન વિશેષ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે.

ચીકનગુનીયા, સ્વાઇન ફ્લૂ તેમજ ડેંગ્યુ જેવા ઉપદ્રવો ફાટી નીકળે ત્યારે ઉકાળા વિતરણ કેન્દ્રો શરુ કરવામાં આવે છે.

સરકારશ્રીના કાર્યક્રમો જેવા કે, ગરીબકલ્યાણ મેળા, કૃષિ મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, ગ્રામસભા, સેવાસેતુ, પ્રગતિસેતુ વગેરેમાં હાજરી આપી આયુર્વેદ-હોમિયોપેથીના પ્રચાર-પ્રસાર માટે સ્વસ્થવૃત્ત શિબીર અને નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

મોબાઇલ યુનિટ દ્વારા આયુર્વેદ/હોમિયોપેથી નિદાન-સારવાર અપાય છે.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572680