મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

 
સામાજિક તેમજ આર્થિકક્ષેત્રે વિકાસલક્ષી અનેક કાર્યક્રમો ગુજરાત સરકારશ્રીએ અમલમાં મુકેલ છે. કોઇપણ નવી યોજના અમલ કરતા પહેલા કેટલીક પાયાની મુળભુત માહિતીની જરૂરીયાત રહે છે. આવી મોટા ભાગની માહિતી જિલ્લા પંચાયતની આંકડાશાખા ઘ્વારા એકત્ર કરવામાં આવે છે.

આંકડાશાખા ઘ્વારા જિલ્લાની વિવિધ ક્ષેત્રની ભૌગોલીક,વહિવટી,વસતી વિષયક,વરસાદ, ખેતીવાડી,પશુધન,વિજળી,ઉધોગ,વાહન વ્યવહાર,શિક્ષણ,આરોગ્ય વિગેરેની આંકડાકિય માહિતી એકત્રીત કરવામાં આવે છે. આ તમામ માહિતીઓ આ વિષયોના અભ્યાસીઓ,તજજ્ઞનો વિગેરેને ઉપયોગી થઇ રહે છે.

આમ,આંકડાશાખા ઘ્વારા સમયસર ચોકસાઇપુર્વક દરેક આંકડાકિય માહિતીનું સંકલન કરવામાં આવે છે. આ જિલ્લાની સરકારી,અર્ધસરકારી તેમજ પંચાયતની વિવિધ કચેરીઓને માહિતી પુરી પાડવાનુ઼ ઉમદા કાર્ય થઇ રહયુ઼ છે.
 
 

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572753