મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાજીલ્‍લા આયોજન મંડળ

જીલ્‍લા આયોજન મંડળ

પ્રારંભ
ગુજરાતમાં વિકેનિદ્રત જિલ્લા આયોજનનો શુભ આરંભ આયોજનના પ્રણેતા સ્વ.જવાહરલાલ નેહરૂની જન્મદિનની સ્મૃતિમાં તા.૧૪/૧૧/૧૯૮૦ થી થયેલ છે.
અગ્રતા
સ્થાનીક જરૂરીયાતોને લક્ષમાં રાખી,જિલ્લાના સવાંગી અને સમતુલીત વિકાસ માટે રાષ્ટ્રિય અને રાજયની વિકાસ નીતીના સંદર્ભમાં ન્યુનતમ જરૂરીયાત કાર્યક્રમ હેઠળ આવરસ લેવાયેલ લોકોપયોગી કામોને પ્રાધાનય આપે છે.
હેતુ/ઉદેશ
ખુટતી કડીરૂપ તથા ગ્રામ્ય વિસ્તારની સ્થાનીક જરૂરીયાતોને સંતોષે તેવી યોજનાઓ મંજુર કરી તેનો અમલ કરાવી,ગામના વિકાસ માટે પાયાની સુવિધાઓ ટુંકા ગાળામાં પ્રાપ્ત થાય તેવી નેમ રાખી જિલ્લાના વિવિધ વિસ્તારો-તાલુકાઓ અને સમાજના વર્ગો વચ્ચે વિકાસની અસમાનતા ધટાડવાનો હેતુ રહેલ છે.
ન્યુનતમ જરૂરીયાત કાર્યક્રમ
ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ(આ) ગાંધીનગર તરફથી વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ જિલ્લાને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ન્યુનતમ જરૂરીયાત કાર્યક્રમ હેઠળ આવરી લેવાયેલ સદર જેવા કે ગ્રામ્ય રસ્તા,પ્રાથમિક આરોગ્ય,પાણી પુરવઠો,ગ્રામ્ય વિજળીકરણ હેઠળના મંજુર કરેલા કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572662