મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આરોગ્ય અને કુટુંબ કલ્યાણ શાખા, મેલેરીયા શાખા કાર્યરત હતી, તેને ૨૦૦૭-૦૮ માં એકત્રિત કરી આરોગ્ય શાખા એક જ શાખા તરીકે કાર્ય કરવામાં આવેલ છે.
આરોગ્ય શાખા હેઠળ માતા બાળ સંભાળ, રસીકરણ કાર્યક્રમ, નિર્મળ ગુજરાત, ખાસ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ, કુટુંબ કલ્યાણ કાર્યક્રમ, રાષ્ટ્રીય વેક્ટર બોર્ન કન્ટ્રોલ પ્રોગ્રામ, આઇ.ડી.એસ.પી., જન્મ મરણ નોંધણી, લગ્ન નોંધણી, પી.એન.ડી.ટી. એક્ટ, એન.આર.એચ.એમ. અને આર.સી.એચ. જેવા કાર્યક્રમો કાર્યરત છે.
આ કામગીરી માટે ૨૦૦ પેટા કેન્દ્રો, ૩૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૭ બ્લોક હેલ્થ ઓફીસ, ૧૦ સામુહિક આરોગ્ય કેન્દ્રો, ૬ પી.પી. યુનીટ અને બે હોસ્પિટલ કાર્યરત છે.
જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર હેઠળ આવેલા પેટા કેન્દ્રોમાં મહિલા આરોગ્ય કાર્યકર અને મલ્ટી પરપઝ હેલ્થ વર્કર કામ કરે છે. જેના સુપરવીઝન માટે પ્રા.આ.કેન્દ્રમાં મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઇઝર (પુ.) (સ્ત્રી)ની નિમણુંક કરવામાં આવેલ છે. આ ઉપરાંત પ્રા.આ.કેન્દ્રમાં મેડીકલ ઓફિસરશ્રીઓ, લેબ ટેકનીશીયન, જુ.ફાર્મા. કામ કરે છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર સુપરવીઝન તથા વહીવટી કામગીરી માટે ૭ બ્લોક હેલ્થ ઓફિસ કાર્યકરે છે. જેમાં ૩ સિનીયર ક્લાર્ક, એક બ્લોક હેલ્થ વીઝીટ, એક બ્લોક આઇ.ઇ.સી. ઓફિસર અને એક બ્લોક હેલ્થ ઓફિસર કામ કરે છે. આ ઉપરાંત આર.સી.એચ.હેઠળ એક એમ.એન્ડ ઇ. આસીસ્ટન્ટ, એક કોમ્પ્યુટર ઓપરેટલ અને એક ફાઇનાન્સ આસી. પણ મુકવામાં આવેલ છે.
જિલ્લા કક્ષાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા આર.સી.એચ. અધિકારી, મેલેરીયા અધિકારી, એપીડીક મેડીકલ ઓફિસર, ક્વોલીટી એશ્યોરન્સ મેડીકલ ઓફીસર ૩ વહીવટી અધિકારી, ૧ ડી.પી.એચ.એન. ની જગ્યા ભરેલી છે. જિલ્લા આઇ.ઇ.સી. અધિકારી વર્ગ-૧ અને વર્ગ-૨ ની જગ્યાઓ ખાલી છે. તેમજ જિલ્લા પી.એચ.એન. ઓફીસરની જગ્યા ખાલી છે. આ રીતે પેટા કેન્દ્રથી જિલ્લા કક્ષા સિધીના કર્મચારી અધિકારીઓનું સેટ-અપ નક્કી કરેલ છે. તે મુજબ જગ્યાઓ ભરી કામગીરી લેવામાં આવે છે.
છેલ્લા બે વર્ષથી શહેરી કેન્દ્રો માટે સી.બી.વીની જગ્યાઓ મંજુર થયેલ છે. જેમાં ચાલુ વર્ષમાં વધુ શહેરો ઉમેરવામાં આવેલ છે. હા આ યોજના સુરેન્દ્રનગર વઢવાણ, લીમબડી, ધાંગધ્રા, હળવદ, થાનગઢ, ચોટીલા અને પાટડીમા ચાલે છે. સુરેન્દ્રનગર, વઢવાણમાં આ માટે પી.એચ.એન. તથા મેડીકલ ઓફીસરની જગ્યાઓ પણ મંજુર થયેલ છે. જેમાં મેડીકલ ઓફિસરશ્રીઓની જગ્યા ભરવામાં આવેલ છે. જ્યારે ૯૦ સીબીવી કામગીરી કરે છે.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572726