મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણ શાખાપ્રોત્સાહન અને પુરસ્કાર

પ્રોત્સાહન અને પુરસ્કાર

આરોગ્યની કામગીરી વેગવાન બને કર્મચારીમાં તંદુરસ્ત હરીફાઇ ઉભી થાય તે હેતુથી બ્લોક કક્ષાએ અને જીલ્લા કક્ષાએ વિવિધ પ્રોત્સાહન અને પુરસ્કારના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.
(૧) ૨૬ જાન્યુઆરીના રોજ ટેબ્લો નાટકની કામગીરી જિલ્લાના વિવિધ વિભાગોના ટેબ્લો ૨૬ જાન્યુઆરીના રોજ રાખવામાં આવે છે. જેમાં આરોગ્યની પ્રવૃત્તિઓની ઝાંખી કરાવવામાં આવે છે. અને તેમાં પ્રોત્સાહીત ઇનામ પ્રાપ્ત થાય છે.
(૨) એન.એસ.વી.ના કેસ લાવનારને રૂ.૨૦૦ અને સ્ત્રી નસબંધી કેસ લાવનારને રૂ.૧૫૦ પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે.
(૩) ચિરંજીવીના કેશ લાવનારને રૂ.૫૦ પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે.
(૪) મમતા દિવસે આ.વ.કર્મચારીઓને પ્રોત્સાહન રૂપે રૂ.૧૦૦ ચુકવવામાં આવે છે.
(૫) કુટુંબ કલ્યાણ ક્ષેત્રે કામગીરી કરનાર કર્મચારીઓને પ્રમાણપત્રો એનાયત કરાય છે.
(૬) બાળ તંદુરસ્ત હરીફાઇ વાનગી હરીફાઇ નિબંધ સ્પર્ધા વકૃત્વ સ્પર્ધાઓ યોજી વિવિધ કાર્યક્રમો જેવા કે આયોડીન ડે, ઓરી ડે નિરોગી બાળ રથ તારુણ્ય મેળા વિશ્વ વસ્તી દીન બેટી બચાવ રેલી મેલેરીયા માસ વગેરે કાર્યક્રમો યોજવામાં આવે છે. અને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવે છે.
(૭) નીરોગી બાળ વર્ષ દરમ્યાન ઉપરોક્ત હરીફાઇઓ ઉપરાંત આદર્શ માતા હરીફાઇ અને બેબી શો નો કાર્યક્રમ યોજવામાં આવનાર છે.
(૮) સી.બી.વી. બહેનોને પ્રોત્સાહીત કરવા તેમના કાર્યક્રમોનું મુલ્યાંકન કરીને તેઓને પ્રમાણપત્ર અને ઇનામ આપવાની યોજના વિચારણામાં છે.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572651