મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

સરકારશ્રી, ના નુતન અભિગમ એન.આર.એચ.એમ.ના નિર્ધારીત ધ્યેયોના આરોગ્ય ક્ષેત્રેના ત્રણ બાબતો અતિ અગત્યની ગણવામાં આવેલ છે.
(૧) બાળ મરણ અટકાવવું
(૨) માતા મરણ અટકાવવું
(૩) જન્મ દર ઘટાડવો
આ બાબતને લક્ષમાં રાખીને કુટુંબ કલ્યાણ અને આર.સી.એચ.દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. વસ્તી અને જન્મ દર ને આધારે માતૃ બાળ કલ્યાણનું આયોજન કરવામાં આવે છે. અને એપ્રિલ માસમાં ઘરે ઘરનું કૌટુંબિક સર્વે કામ કરીને પરિવાર કલ્યાણનું વિવિધ આયોજન કરવામાં આવે છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં અપાર વવિધતાઓ છે. રણ કાંઠો, નળકાંઠો, ચોટીલાના ડુંગરાળ વિસ્તાર અરીયા સમુહ વાડી વિસ્તાર શહેરી સ્લમ વિસ્તાર વિવિધ જ્ઞાતી સમુહ અને સમાજના બંધનો વગેરે કુટુંબ કલ્યાણમાં અવરોધક પરીબળ બને છે. આઇ.ઇ.સી. દ્વારા જન સમુહમાં પરીવર્તન હાથ ધરવામાં આવે છે. ગામે ગામ સમુદાય સાથે બેસીને તેમની અનમેટનિડ (વણ સંતોષાયેલી માંગ) ઓળખીને આયોજન કરવામાં આવે છે. લક્ષીત દંપતી પૃથકરણને આધારે ફોર્મ નં.બ તૈયાર થાય છે. ફોર્મ નં.૧ સબ સેન્ટરના એક્શન પ્લાનના આધારે પ્રા.આ.કેન્દ્રના ફોર્મ નં.૨ માં આયોજન કરાયેલ છે. તેના આધારે ફોર્મ નં.અ અને ક તૈયાર થાય છે. વર્ષ દરમ્યાન પ્રા.આ. કેન્દ્રની ફાળવેલ લક્ષ્યાંકો સબસેન્ટર્સની કામગીરી થી પુર્ણ કરવામાં આવેલ છે. જરૂર જણાય ત્યાં લોક ભાગીદારી કે ઝુંબેશના રૂપમાં કામગીરી હાથ ધરાય છે. દર મહિને કામગીરીની ભાગીદારી કે ઝુંબેશના રૂપમાં કામગીરી હાથ ધરાય છે. દર મહિને કામગીરીની સમિક્ષા કરીને દરેક સેન્ટરને કામમાં સુધારો લાવવા પ્રોત્સાહિત કરાય છે. જરૂરત મુજબ નાણાંકીય ફાળવણી અને સાધનોની જોગવાઇ કરવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572763