મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણ શાખામાતા અને બાળ સારવાર પ્રોગ્રામ

માતા અને બાળ સારવાર પ્રોગ્રામ

સુરેન્દ્રનગર જીલ્લામાં માતા મરણ ઘટે, બાળ મરણ દર અને માંદગી પ્રમાણ ઘટે તે હેતુથી માતા અને બાળ સારવાર કેન્દ્રો કાયક્રમ ચલાવવામાં આવે છે. એન.આર.એચ.એમ. અને આર.સી.એચ.ના વિવિધ આયોજન અને માર્ગદર્શન મુજબ આ કાર્યક્રમો સુક્ષ્મ આયોગના હાથ ધરાય છે. વર્ષ ૨૦૦૮-૦૯ માં નીરોગી બાળ વર્ષ ઉજવણીના આયોજનામાં આ સંકલ્પને લક્ષમાં રાખેલ છે.
વર્ષની શરૂઆતમાં કર્મચારીઓને લક્ષ્યાંકોની ફાળવણી કરવામાં આવે છે. જેને પુર્ણ કરવા મમતાદિવસ સગર્ભા તપાસ કેમ્પ બાળ રોગ નિદાન કેમ્પ રસીકરણ મમતા મુલાકાત વગેરે કાર્યક્રમો ચલાવવામાં આવે છે. ચિરંજીવી અને જનની સુરક્ષા યોજનાથી ફળદાયિ પરિણામો મળેલ છે. તાલીમી દાયણોના સેમિનારો યોજની તેમને કુશળ તાલિમી દાયણ બનાવવામાં આવે છે. વિવિધ પુરસ્કારો અને પ્રોત્સાહનો દ્વારા સંસ્થાકીય પ્રસુતિ ૭૫% ઉપર થઇ શકે છે. રસીકરણની કામગીરી ૯૦% થઇ શકી છે.
હાઇરીસ્ક માતા અને બાળકો માતે ખાસ સંદર્ભ સેવા યોજના ઉપલબ્ધ કરાવેલ છે. જ્યાં અવરોધક જુથ અને વિસ્તાર જોવા મળે ત્યાં ખાસ ટીમ વર્ક કરાવીને કામગીરી કરાવવામાં આવે છે.
વિવિધ શાખાઓ મંડળો લોક પ્રતિનિધિઓનો સહયોગ પ્રાપ્ત કરીને માતા અને બાળ સારવારની સેવાઓ સરળતાથી પ્રાપ્ત કરાવવામાં આવે છે. વિવિધ પ્રકારના ફોર્મ પત્રકો અન નિયત રીપોર્ટ ને આધારે રાજ્ય કક્ષાએ તેનું રીપોર્ટીંગ કરવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 5/6/2019

વપરાશકર્તાઓ : 572690